Welcome to Srikar Masala — Discover authentic spices made with tradition and purity.
  • Gujarat માં ફ્રી ડિલિવરી
  • ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ
  • સેફ & હાઈજીનિક પેકિંગ
  • Quick Checkout

શ્રીકર રેસીપી

પંજાબી છોલે ભટુરે

Punjabi Chole Bhature

શ્રીકર છોલે મસાલા સાથે ઘરે બનાવો ગાઢા, મસાલેદાર પંજાબી છોલે. ગરમ ભટુરા, ડુંગળી અને લીંબુ સાથે પરફેક્ટ જમણ.

07 Aug 2026 સામગ્રી સાથે સ્ટેપ-બાય-સ્ટેપ
પંજાબી છોલે ભટુરે

ગરમાગરમ ફૂલેલા ભટુરા અને ગાઢા મસાલેદાર છોલે — પંજાબી ફૂડનું સૌથી લોકપ્રિય કોમ્બિનેશન. શ્રીકર છોલે મસાલો સાથે ઘરે બનાવો એવો સ્વાદ કે રેસ્ટોરન્ટ યાદ જ ન આવે.

બનાવવાની રીત

  1. પલાળેલા કાબુલી ચણાને થોડું મીઠું અને પાણી સાથે કુકરમાં નરમ થાય ત્યાં સુધી બાફી લો.
  2. કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને પછી ટામેટાની પ્યુરી પકાવો.
  3. ગ્રેવીમાંથી તેલ અલગ પડે ત્યારે શ્રીકર છોલે મસાલો ઉમેરો અને 1 મિનિટ હળવો સાંતળો.
  4. બાફેલા ચણા અને તેની થોડું બાફેલું પાણી ઉમેરો. 10–12 મિનિટ ધીમા તાપે ઉકાળો જેથી ગ્રેવી ગાઢી બને અને મસાલો ચણામાં ઉતરે.
  5. કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ભટુરા, ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરો.

આ રેસીપી માટે શ્રીકર પ્રોડક્ટ

અસલી સ્વાદ ઘરે લાવો — મસાલો હમણાં જ ખરીદો.

શ્રીકર ટિપ: થોડા બાફેલા ચણા મેશ કરીને ગ્રેવીમાં મિક્સ કરશો તો છોલે વધુ ગાઢા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે.

Share this